ગુજરાતી સ્વરાચકરા



વર્ણન

"સત્ય યશનું મૂળ છે.સત્ય વિશ્વાસનું કારણ છે.સત્ય સ્વર્ગનું દ્વાર છે.સત્ય જ સિદ્ધિનું સોપાન છે.-મોહનદાસ કરમચંદ ગાંધી" .If your device can display this sentence in Gujarati perfectly, then your device supports Gujarati and Swarachakra should also work well. If you do not see any text, or if some of the words are incorrect, Swarachakra may not work well.

'સ્વરચક્ર-ગુજરાતી' એ ગુજરાતી લખાણ લખવા માટેનુ ટચસ્ક્રિન ગુજરાતી કિ-બોર્ડ છે. 'સ્વરચક્ર-ગુજરાતી' તાર્કિક રિતે ગોઠવાયેલ ગુજરાતી સ્ક્રીપ્ટના બંધારણ પર આધારીત ડિઝાઈન છે. 'સ્વરચક્ર-ગુજરાતી'માં ગુજરાતી પુસ્તકો માં આવેલ બારાખડીના બધા વ્યંજનોને તેના ધ્વનિ ના મુજબ ગ્રુપ માં રજુ કરેલ છે.


ટાઇપિંગ

ગુજરાતીમાં વ્યંજનો અને તેની માત્રાઓ એક સાથે વપરાય છે(જેમકે 'ધ+ો'='ધો'). એવીજ રીતે 'સ્વરચક્ર-ગુજરાતી'ની અંદર જ્યારે કોઇ એક અક્ષર (જેમકે 'ધ') પર ટચ કરશો ત્યારે એક ગોળ-ચક્ર અલગ-અલગ જાતના વ્યંજનો (જેમકે 'ધ','ધા','ધિ','ધી','ધુ','ધૂ','ધે','ધૈ','ધો'..વગેરે)ની સાથે તમને તમારો જોઇતો અક્ષર એની માત્રાની સાથે ટાઇપ કરવાનો વિકલ્પ આપે છે. આ ચક્ર તમને તમારી જરૂરિયાત ના બધાજ વ્યંજનો તેની માત્રા સાથે દર્શાવશે. કોઇ પણ અક્ષરને તેની માત્રા સાથે ટાઇપ કરવા માટે તમને તમારી આંગળીથી અથવા તમારા મોબાઇલની સાથે આવેલ કલમ (stylus)થી એ અક્ષર તરફ સ્લાઇડ કરવુ પડશે.

મોટા ભાગના લોકોને 'સ્થ','સ્મ' જેવા જોડાણ માં આવતા વ્યંજનો ટાઇપ કરવા અઘરા લાગે છે. 'સ્વરચક્ર-ગુજરાતી' તેને પણ ઘણુ સરળ બનાવે છે. આવા વ્યંજનો ને ટાઇપ કરવા માટે સૌપ્રથમ કોઇપણ એક અક્ષર (દા.ત. 'સ') પર ટચ કરો અને ત્યાર બાદ ખુલેલા ચક્રમાં ઉપર તરફ આપેલ હલન્ત(્) પર સ્લાઇડ કરો. ચક્રમાં 'સ' વ્યંજન થી શરુ થતા બધાજ જોડાણવાળા અક્ષરો (જેમકે 'સ્થ','લ્ય') સ્ક્રીન પર બતાવશે. તેમજ જો તેમા પણ તમને માત્રા જોઇતી હોય (જેમકે 'સ્થિ','પ્તી','સ્ત્રી') તો ફ્કત એ દર્શાવેલ સ્ક્રીન પરથી તમારા જોઇતા કોઇપણ એક વ્યંજન પર ટચ કરો અને ત્યારબાદ ખુલેલા ચક્ર માં તમારી જરૂરિયાતની બધીજ માત્રાઓ તે વ્યંજન ની સાથે જોવા મળશે.

અક્ષરની સાથે રફાર (ર્ક,ર્ખ,ર્ગ..વગેરે) તથા રાષ્ટ્રચિન્હ (ક્ર,ટ્ર્,પ્ર્..વગેરે) ટાઇપ કરવા માટે જમણી તરફ નીચેની બાજુ આપેલ બટનો પર ટચ કરવાથી તમને તમારી જરૂરિયાતના બધાજ રફાર તથા રાષ્ટ્રચિન્હ સાથેના અક્ષરો સ્ક્રીન પર જોવા મળશે,અને તેના પર ટચ કરવાથી એ ચિન્હ ટાઇપ થઇ જશે બીજા બધાજ સ્વરો જેવાકે ('અ','આ','ઇ','ઈ','ઉ','ઊ','એ','ઐ'...વગેરે) તમને જમણીબાજુ નીચે તરફ આપેલ બટન "અ" પર ટચ કરવાથી જોવા મળશે. તેમજ બહુ ઓછા વપરાતા સ્વરો અને માત્રાઓ (જેમકે ઽ,ઑ, ૃ,ઋ, ૄ,ૠ,ત્ર ,ૅ,ૉ..વગેરે) તેની બાજુના બટન 'ઽ' પર આપેલ છે. આંકડાઓ તથા ભાગ્યેજ વપરાતા ચિન્હો તમને ડાબીબાજુ નીચે આપેલ શિફ્ટ બટન પર ટચ કરવાથી જોવા મળશે.

ઉપરાંત તમે તમારા વપરાશ અનુસાર અંગ્રેજી ટાઇપ કરવા માટે તેની બાજુમા આપેલ બટન 'En' દ્વાર અંગ્રેજી કિ-બોર્ડ પર જઇ શકો છો અને ફરી પાછા ગુજરાતી કિ-બોર્ડ તરફ આવી શકો છો.


સ્થાપન

  1. સૌપ્રથમ ઉપર આપેલ 'Install' બટન પર ટચ કરી અને 'સ્વરચક્ર-ગુજરાતી' ને તમારા મોબાઇલ પર ડાઉનલોડ કરો.
  2. એ માટે તમારા એન્ડ્રોઇડ (Android) મોબાઇ ના મેનુ (Menu) પરથી સેટિંગ્સ(Settings) મા જાઓ અને ત્યાથી "Language and Input" સીલેક્ટ કરો અને તેની નીચે આપેલ "Keyboard and Input Method" મા દર્શાવેલ "સ્વરચક્ર-ગુજરાતી (Swarachakra Gujarati)" પર ટીક કરો.
  3. અને અંતે "Default Keyboard" માંથી 'સ્વરચક્ર-ગુજરાતી' સીલેક્ટ કરો.

સુચનાઃ- 'સ્વરચક્ર-ગુજરાતી' એ Android 4.0 (ICS) માટે ડીઝાઇન થયેલ છે. એનાથી નીચેના વર્ઝન(Version) પર પુરતા ફંન્કશન નહી હોવાથી તેમા એ કામ નહી કરી શકે.




Contact Us

For any queries and suggestions, contact us.